Welcome to Shree Visa Oswal Jain Samaj

About Us

આપણી સંસ્થાની યોજનામાં આપ અવશ્ય સહાયભૂત બનો

1. ગુપ્ત સહાય માટે સમાજના જરૂરિયાતમંદોના નામનો  સંસ્થાને સહેજે અણસાર કરો. જેથી તેમને યોગ્ય સહાય સમયસર કરી શકાય.

2. વૈદકીય સહાય માટે સમાજના જરૂરિયાતમંદની સંસ્થાને તાત્કાલિક માહિતી મોકલો અથવા તેમના કુટુંબીજનો પાસે અરજી સાથે હોસ્પિટલના બિલો મેળવી ડોકટરનાં બિમારીના સર્ટિ આપ રજુ કરો તો યોગ્ય સહાય થઇ શકે. આ ફંડમાં વધુ રકમ દાનમાં મળે તો આવકાર્ય છે.

3. ઔધોગિક સહાય માટે સમાજના જરૂરિયાતમંદ પાસે અરજી કરાવી વેપારીને ત્યાંથી સીધા બિલો મેળવી સ્થાનિક આગેવાન કારોબારી સભ્ય ,ટ્રસ્ટી મારફતે સંસ્થાને રજુ કરવાની વેપારીના નામનો ડ્રાફ્ટ/ચેક મોકલવાની વ્યવસ્થા થઇ શકશે.

4.અન્ય સહાય યોજના હેઠળ મેળવવા પાત્ર લાભ માટે જરૂરિયાતમંદ પાસે અરજી કરવો. અથવા સ્થાનિક આગેવાન કારોબારી સભ્ય, ટ્રસ્ટી મારફતે સંસ્થાને અરજી તથા સીધા બિલો મેળવી રજુ કરવાથી વેપારીના નામનો ડ્રાફ્ટ/ચેક મોકલવાની વ્યવસ્થા થઇ શકશે.

5.વર્ષ દરમ્યાન અઠ્ઠાઈતપ, દંડક તપ, ધર્મ ચક્રતપ, ઉપધાન તપ  વર્ષીતપ અથવા એવા બીજાં મોટા તપની આરાધના કરનાર ભાગ્યાશાલી તપસ્વીઓને વિનંતી કે તેમણે પૂર્ણ કરેલ તપ તથા નામ સરનામાં સાથે સંસ્થાને અરજી કરવી જેથી તપસ્વી સન્માન યોજના હેઠળ વાર્ષિક સામાન્ય સભામાં યથા યોગ્ય સન્માન - બહુમાન કરવાની વ્યવસ્થા થઇ શકે. (નાણાંકીય વર્ષમાં એક થી વધુ તપ કરનાર તપસ્વીનું સન્માન એકજ વખત કરવામાં આવશે) પૂર્ણ થયેલા તપની વિગત તા.31 - 05 - 2016 સુધીમાં મંડળની ઓફિસના સરનામે "તપસ્વી સન્માન ફોર્મ" ભરવા.

6.60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વીસા ઓસવાળ પુરૂષ તથા મહિલાનું સન્માન કરવા માટેની યોજના પણ સાકાર પામેલી છે. અને અગાઉ સન્માનિત ન થયા હોય તેવા આપને ત્યાંના વડીલોનું નામ સરનામું, ઉંમર દર્શાવતી માહિતી નિયત ફોર્મ તા.31 - 05 - 2016 સુધીમાં ભરી સમયસર સંસ્થાની કચેરીને પહોંચાડવી જેથી વાર્ષિક સામાન્ય સભામાં સન્માન કરવાની વ્યવસ્થા થઇ શકે.

7. સંસ્થાની કોઈપણ યોજનામાં તન, મન અને ધનથી સહાયરૂપ બનો અને આપનો ઉદાર હાથ લંબાવો.

8.આપને ત્યાંના શુભ પ્રસંગે સંસ્થાને ફૂલ નહીં તો ફુલની પાંખડી ભેટ મોકલો.

9.સમાજના મહાનુભાવો કે જેઓ રાજ્ય, રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયા તેમની માહિતી સંસ્થાને વિગત સહીત મોકલાવો. જેથી તેઓનું ઉચિત સન્માન વાર્ષિક સામાન્ય સભામાં કરવાની વ્યવસ્થા થઇ શકે.

 

નોંધ:

ગુપ્ત સહાય, મેડીકલ સહાય, અન્ન સહાય, તથા ઔધોગિક સહાય તથા ઈમરજન્સી મેડીકલ સહાય માટેની અરજી પત્રકના ફોર્મ, અહેવાલમાં સામેલ છે. તથા સામાન્યસભામાં અથવા સમાજની ઓફિસેથી જરૂરિયાતમંદોએ મેળવી લેવા વિનંતી.

Informations

33
Years of celebration
1200
Members Joined
5
Samaj Schemes